*ભજન ફક્ત ત્રણ અક્ષર, પણ જો ભજન કરવા કરતાં જીવનને જ ભજન બનાવી દો તો આ ત્રણ અક્ષર ભવસાગર પાર કરાવવા સક્ષમ છે.* *ભ = ભજવું, ભક્તિમય રહેવું* હાથમાં કરતાલ લઈ ફરવું, ભજન ગાવા એ જ ફક્ત ભજન નથી. સંસારમાં તમારાથી કોઈ દુઃખી ન થાય, કોઈનું દિલ ન દુભાય, કોઈના હક્કનું ન મરાય એ જ ભજન છે, એ જ ભક્તિમય રહેવું છે. *જ = જતન કરવું* કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ સંસ્કૃતિનું જતન કરવું, આદર કરવો. જે દેશમાં જન્મ્યા તેની ગરિમા આપણાથી જોખમાય નહીં, દેશને સંપૂર્ણપણે વફાદાર રહેવું, સમયાંતરે દેશ માટે એકજૂથ બની આગળ વધવું, રાષ્ટ્રની સંપત્તિનું જતન કરવું એ જ ભજન છે. *ન = નકારાત્મક વિચારો અને વ્યક્તિઓથી દૂર રહેવું* નશ્વરની અંદરના ઈશ્વરને ઓળખવો, તેની હાજરીનો પિંડમાં આભાસ કરવો, કોઈ નિર્બળને સંતાપવો નહીં, નકારાત્મકને સકારાત્મકમાં બદલવું, હૃદયમાં શાંતિ સ્થાપવી એ પણ ભજન જ છે. નાના મોઢે મોટી વાત છે, ભૂલ-ચૂક એક અજ્ઞાની અભણ ગણી ભૂલી જવા વિનંતી. ©️*✍🏻 દેવ ગઢવી, નાનાકપાયા, મુન્દ્રા, કચ્છ* #સંતવાણી#કવિદેવગઢવીનાનાકપાયા#દેવગઢવીમોજએફકીરી#ગુજરાતીસાહિત્ય