મારા હતા | કવિ દેવ ગઢવી
મારા હતા મારા નથી થયા
ધોખો બીજા ના શું કરે?
કૌણ કીધું કૌણ સાંભળ્યું?
હલકી વાતો શું કરે?
વાત નાની મેં કરી હતી
મારા અંગત ના કાન માં
આમ અમે ચોરે ચર્ચાણા
બીજી વાતું શું કરે?
ભૂલ થઈ આવી જગત માં
નિર્દોષ મન એળે ગયું
સ્વાર્થ સાથે ના સગા માં
દિલ સગાઈ શું કરે?
હું સ્વીકારી લઉ કદી
મૌત આવે આંગણે
ઘાવ નાના કૈક વધી ગયા
મૌત આવી શું કરે?
ભ્રમ હતો કે લડી લેશું
બાજી જગત ના ચોક માં
સાથે ઊભા તે ફરી ગયા
"દેવ" વાત મોટી શું કરે?
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
#કવિદેવગઢવી નાનાકપાયા
#મોજએફકીરી
#nanakapaya
#marahata
#devgadhavi
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો