આવ્યો છું | કવિ દેવગઢવી નાનાકપાયા

 _*આવ્યો છું*_


કશું દેવા આવ્યો છું, લઈ જવા નથી આવ્યો

હું અહીં જગત ને, અનુસરવા નથી આવ્યો


હશે જગત હિસાબ, તો ચૂકવી દેશું હવે

ફરી ફરી હું હિસાબ, કરવા નથી આવ્યો


છીનવી લેશે હજી, એવી ભીતિ રાખી નથી

ખાલી થવા આવ્યો છું, ભરવા નથી આવ્યો


અને જો હશે મારું તો, કદી જશે નહીં કશે

"દેવ" એવા બંધન હું, બાંધવા નથી આવ્યો


©️ ✍️ દેવ ગઢવી

    નાનાકપાયા,મુન્દ્રા

            કચ્છ

#કવિદેવગઢવી

#ગુજરાતીસાહિત્ય

#મોજએફકીરી

#ગઝલ 

#સંતવાણી


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી