આવીશ | દેવ ગઢવી

 *આવીશ*


મારા મન નો મોજી છું, ધારીશ ત્યારે આવીશ

વાત કરો ના સમય ની, અણધાર્યો કદી આવીશ


નાની એવી જિંદગી છે, તો અભિમાન શું કરે?

બોલાવો જો પ્રેમ થી, પડતો આખળતો આવીશ


મારી ઓટ જોઈ કિનારે વસવાટ ન કરશો

દરિયો છું હું ધારીશ, ત્યારે પાછો આવીશ


અને હું ક્યાં શરીર છું, તે મૃત્યુ ને ભેટી જઈશ?

"દેવ" મોજ છું હું, કોઈ ની મોજ માં પાછો આવીશ


✍🏻 દેવ ગઢવી

નાના કપાયા, મુન્દ્રા - કચ્છ


#આવીશ #મોજએફકીરી #દેવગઢવી #ગુજરાતીગઝલ #ગુજરાતીશાયરી #કચ્છ #મુન્દ્રા #નાનાકપાયા #દરિયો #ફકીરી #GujaratiGhazal #Kutch #MojEFakiri

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી