ભેગા જ છીએ | કવિ દેવગઢવી નાનાકપાયા,kavi devgadhavi nanakapaya
-ભેગા જ છીએ-
હું અને મારી એકલતા
બન્ને તો ભેગા જ છીએ
કોને હજીએ હું પુકારુ?
અમે તો ભેગા જ છીએ
કહેશો કે રસ્તો ભટકી ગયો!
મંજિલ ને હું ભેગા જ છીએ
લાગે કે જીવન અંત થવાનું
મૃત્યુ-શ્વાસ તો ભેગા જ છીએ
"દેવ"સમયે રંગમંચ છોડી દઈ
પાત્ર-ભાવ તો ભેગા જ છીએ
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા,મુન્દ્રા કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો