ફરી મળીશ | કવિ દેવગઢવી નાનાકપાયા

*ફરી મળીશ*

નિરંતર પ્રવાસી છું,હું ફરી મળીશ
ખુલ્લી રાખજો આંખ,હું ફરી મળીશ

આવશું જશું એ તો,દેહ નું બંધન છે
હું અવિનાશી છું,હું ફરી મળીશ

હા કદાચ ન મળું,આ સમય ની વાટ પર
પાક્કો સમય લઈ આવી,હું ફરી મળીશ

હું શ્યાહી નથી કે,સુકાય જઈશ"દેવ"
શબ્દ છું અનંત છું,હું અહીં ફરી મળીશ

©️✍️ દેવ ગઢવી
    નાનાકપાયા,મુન્દ્રા
            કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી