જીવન- કવિ દેવ ગઢવી નાના કપાયા
_જીવન_
સુખ દુઃખ આવે એ નાની મોટી વાત છે
કર્મ જેવા જેના એવી ઊભી મોલાત છે
સ્વપ્ન સમુ જીવવું,અને વહેલું જાગવું છે
વેદ પુરાણ ટાંકે કે,ખાનગી આ વાત છે
કોણે શું કર્યું એ બાબત બહુ ગૌણ છે
સમય થોડો છે,બહુ નાની મુલાકાત છે
કુટુંબ સંબંધ મિત્ર,જરૂરી છે અહીં પરંતુ
ભૂલું નહીં"દેવ આખર,રામ જ સંગાથ છે
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદરા
કચ્છ
#જીવન #દેવગઢવી #DevGadhvi #કચ્છીશાયરી #કચ્છ #નાનાકપાયા #મુંદરા #ગુજરાતીકવિતા #ગઝલ #રામભક્તિ #કર્મ #જીવનદર્શન #GujaratiPoetry
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો