નહીં કરું- કવિ દેવ ગઢવી નાના કપાયા
*નહીં કરું*
તું કરીલે આજીજી,હું પળવાર નહીં કરું
મારા નફા,નુકશાન ની,દરકાર નહીં કરું
હો મીઠી વીરડી,તો નતમસ્તક થઈ પણ જાઉં
ખારા મોટા દરિયા નો,હું સત્કાર નહીં કરું
અને હજી એવું નથી,કે વેશ પલટો કર્યો છે
હું સ્વીકારીશ ભૂલ ને,કદી ઇન્કાર નહીં કરું
હો ધર્મ યુદ્ધ તો,ઘા છાતી એ જીલવા દો
"દેવ" પીઠ પાછળ વાર,હું લગાર નહીં કરું
✍🏻 દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો