મોજ સસ્તી નથી રાખી- કવિ દેવ ગઢવી નાના કપાયા
*મોજ સસ્તી નથી રાખી*
મારા જેટલી પ્રભુ તે,કોઈમાં મસ્તી નથી રાખી
બીજા સાથે ભળે એટલી,મોજ સસ્તી નથી રાખી
કહે એ ને માનું હું,એવી તે કોઈ હસ્તી નથી રાખી
ગૂંગળાઈ જાવું વસી ને,એવી વસતી નથી રાખી
જીવવું છે ને જીવીશ,હું આજ ફકીરી વેશ માં
ડુબાડે મજધારે મને,એવી કસ્તી નથી રાખી
આખરે તો જવું,મારે પણ ચાર કંધા ઉપર
"દેવ" સમયે સાથ છોડે, તે દોસ્તી નથી રાખી
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો