તો મઝા છે
*તો મજા છે*
અળગા ઊભીને,રહેશો તો મજા છે
દૂર થિયે હોંકારો,દેશો તો મજા છે
સંગાથ રહેવાના,આ ડોળ શું કરવા
અંતર થી આવી,મળોતો મજા છે
પીઠ પર ના વાર,બહુ દુઃખે છે વહાલા
સામે છાતી આવી,પડો તો મજા છે
આ મધુરી ભાષા,અમને નહીં ફાવતી
કડવું સત્ય આવી,બોલો તો મજા છે
મારી ખામીઓ નો,જગ માં પ્રચાર કાં?
મને આવી મુખ પર,કહો તો મજા છે
નહીં કહું મિત્ર ની,મિત્રતા ખોટી "દેવ"
દુશ્મનો દુશ્મની,નિભાવો તો મજા છે
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો