સત્સંગે

 સત્સંગે ભ્રમર ને,વૈરાગ જાગ્યો

ભ્રમ ભાંગતા ફરી,સંસાર મોહ જાગ્યો


દયા ના રાખી દિલ માં

નીતિ પર ચાલ્યો નહીં

યમ ના તેડા આવ્યા 

તો સફાળો જાગ્યો

               સત્સંગે ભ્રમર ને....


અવર પીડા એ હરખાતો

ઇર્ષા ભરી મહીં 

કષ્ટ આવતા ખુદ પર 

તબીબ ઘેર ભાગ્યો

              સત્સંગે ભ્રમર ને....


હૈયા સૌ ના બાળ્યા

શીતળતા"દેવ" ક્યાં થી?

ફોગટ જ્ઞાન ગ્રંથો તણું 

જો અહમ ભાવ જાગ્યો

                 સત્સંગે ભ્રમર ને...

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી