નહીં ફાવે - કવિ દેવ ગઢવી નાના કપાયા

 *જન્મે ચારણ છું, દેખાડો નહીં ફાવે*

*આ આડંબર તણો,ધુમાડો નહીં ફાવે*


*છું મોક્ષ ના દરિયા,તણો હું ખારવો*

*ઝાંઝવા જળ સંસાર,મને નહીં ફાવે*


*હશે કર્મે લખેલ,તો ભોગવી લેવાનું*

*આ આજીજી,દરકાર,મને નહીં ફાવે*


*ગજવે જોર તારે,બહુ સારી વાત છે*

*પણ ખુશામત કરવી,મને નહીં ફાવે*


*છે ખુમારી અકબંધ,જમીન બેસી શકું*

*"દેવ"નમાલી બાદશાહી,મને નહીં ફાવે*

✍🏻દેવ ગઢવી

નાનાકપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી