શુરા તણા એંધાણ
*સુરા તણા એંધાણ*
માથે ન હોય કલગી,વસ્ત્રે ન હોય પ્રમાણ
હજાર સમો એક જડે,ઈ શુરા તણા એંધાણ
કમર કટારી બાંધી ને, કૈંક કરતા ગુમાન
પણ ધૈર્યવાન શાંત રહે,ઈ શુરા તણા એંધાણ
મુખ બોલ્યા નવ ફરે,સમય દેતા પ્રમાણ
ટેક ધારી અડગ રહે,ઈ શુરા તણા એંધાણ
ગૌધણ,વતન,જગહિત,કારજ દે બલિદાન
ભય નહીં મૃત્યુ તણો,ઈ શુરા તણા એંધાણ
રણ મેદાને ઝૂઝતા,શસ્ત્રો થી ઓળખાણ
પાછા ડગ નવ ભરે,ઈ શુરા તણા એંધાણ
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો