મિજાજે ફકીર છું- કવિ દેવ ગઢવી નાના કપાયા
*જાતે કવિ છું,અને મિજાજે ફકીર છું*
*સંસાર ઉષ્ણ વાયરો,હું ઠંડો સમીર છું*
*હો જાહોજલાલી,મુબારક છે તમને*
*મારા નગર નો,હું સૌ થી અમીર છું*
*રાખું ધબકતું નિત્ય,આ ઝમીર ને*
*વાતે ઝળકતું હું,હજી એ ખમીર છું*
*હજી પડ્યો નથી,વાત નું ધ્યાન રહે*
*લડી લડી લડ્યો,હું એ જ વીર છું*
*પારકો ઉજાસ,મને માફક નહીં આવે*
*"દેવ"હો પોતાનું મારું,ભલે હું તિમિર છું*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદરા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો