જશો નહીં
*જશો નહીં*
આવી ગયા છો આપ તો,હૃદય થી જશો નહીં
ઉજ્જડ ન કરશો બાગ,હૃદય થી જશો નહીં
જે સ્થાન આપ્યું છે,તમને હૃદય મહીં
એ સ્થાન છે અતિ દુર્લભ,છોડી જશો નહીં
ઉજ્જડ ન કરશો બાગ...
અમસ્તો નથી મળતો,આ સંગાથ પ્રીત નો
છોડી ને સાથ પ્રેમ નો,બીજે જશો નહીં
ઉજ્જડ ન કરશો બાગ...
ભટકવું નથી આ"દેવ" ને,જોવું નથી કશું
થંભી જાઓ આપ પણ,આગળ જશો નહીં
ઉજ્જડ ન કરશો બાગ...
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો