કામ નથી - કવિ દેવ ગઢવી નાના કપાયા
લાગણી ને લગાડો કામે તો કદાચ ઉકેલી પણ શકો
હું કોયડો છું ભાવ નો મારે મગજ નું કંઈ કામ નથી
સેવી લીધું છે મૌન ને, રાખ્યું ઉચિત મેં સર્વદા
આંખો રાખી બોલતી,મને શબ્દો નું કંઈ કામ નથી
એવું બની શકે કે ક્યારેક લૂંટાય ગયો હોઈશ હું
પણ ફકીરો ને તારા આડંબર નું કંઈ કામ નથી
લઈ લઈ ને લઇ અહીં શકે,સંસાર શું મારા થી?
લઈ ને આવ્યો અહીં,એ થી વધુ નું કંઈ કામ નથી
પત્થર પત્થર માથા નમાવી "દેવ" શું ફાયદો?
જો હૃદય માં નથી મારા તો બીજે ક્યાંય રામ નથી
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદરા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો