જીવન અમી થી ભરપૂર છે

 જીવન અમી થી ભરપૂર છે

તું ઝહેર શીદ ને ઘોળે છે?

સ્વાર્થ પ્રપંચ લાલચ સાથે

આમ શીદ ને દોડે છે?


નજીવી નજીવી બાબત માટે

ઉશ્કેરાઈ જતો છે તું

આવા અમૂલ્ય સંબંધો ને

આમ શીદ ને તોડે છે


અહમ થી ચોતરફ ઘેરાયેલ

રહેતો હંમેશા તું

કોઈ સ્વજન ની લાગણી ને

સ્વાર્થ થી શીદ ને જોડે છે


માનવી માં રહેતા ઈશ્વર ને

હવે ફક્ત રીઝવી લે તું

"દેવ" મંદિર મસ્જિદ,દ્વાર દ્વાર

આમ શીદ ને દોડે છે

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી