બંધાય છે- કવિ દેવ ગઢવી નાના કપાયા
*બાંધનાર બંધાય છે,છેતરનાર છેતરાય છે*
*આજ કાલ ની વાત નથી,યુગો થી થાય છે*
*કર્મ ની સહી કરી,કાગળ આપ્યો કોરો*
*હવે કર્મ લખો જેવા,એવા જ લખાય છે*
*શું કૌરવ ઝૂંટવી ગયા,પાંડવ ગ્યા શું લઈ?*
*દ્વારકા નાથ પણ અહીં,ખાલી હાથ જાય છે*
*દીધે દાન ખૂટશે એવું,સાંભળ્યું નથી કદી*
*ત્યારે તો આજ કર્ણના,દાખલા દેવાય છે*
*ઉડે પતંગ ઊંચી,સમજો દોર તેને હાથ છે*
*"દેવ" શ્વાસ દોર કાપતા,જમીન અથડાય છે*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો