મારી મોજ છે અલગારી

 *મારી મોજ છે અલગારી*


મારી મોજ છે અલગારી,હું મોજ માં રહું છું

નશા માં રહું છું,તો પણ હોશ માં રહું છું


નીત પ્રભાતે ઊઠું છું,પ્રભુ ના સ્મરણ સાથે

કરી આરાધ એનો,એની ખોજ માં રહું છું


હતાશા નિરાશા તો સંસાર ના નિયમ છે

હું રહું છું જીવંત,અને જિંદગી જીવું છું


હોઈ ખિસ્સા ખાલી,તો પણ ક્યાં અફસોસ છે

મન ભરી ને પ્રેમ ની,દિલ થી મદિરા પીવું છું


ગીતા કુરાન વૈદ ધર્મ, જાણતો નથી કશું હું

માનવ અવતર્યોછું,"દેવ"માનવતા ભણું છું

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી