એમ ક્યાં ઓળખાવું છું?- કવિ દેવ ગઢવી નાના કપાયા
*એમ ક્યાં ઓળખાવું છું*
*આ તો એના નામ પાછળ સંતાવ છું*
*માણસ છું એમ ક્યાં ઓળખાવું છું*
*કહું ઉગમણે ને, આથમણો જાવ છું*
*માણસ છું એમ ક્યાં ઓળખાવું છું*
*વાઘા નીત નવા,ને મુખોટો બનાવું છું*
*માણસ છું એમ ક્યાં ઓળખાવું છું*
*મળે સમજી શકે,મહેફિલ સજાવું છું*
*માણસ છું એમ ક્યાં ઓળખાવું છું*
*કદી બહુ ઊંડો,કદી છીછરો થાવ છું*
*માણસ છું એમ ક્યાં ઓળખાવું છું*
*નાનું અમથું ક્યારેક,સત્ય કહી જાવ છું*
*"દેવ"હું માણસ,એમ ક્યાં ઓળખાવું છું*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો