રાખી નથી - કવિ દેવ ગઢવી નાના કપાયા
ખોટી નિરાશાઓ રાખી નથી
પારકી આશાઓ રાખી નથી
આંસુ થયા છે મોતી હવે થી
મેં સસ્તી આંખો રાખી નથી
બંધ કર્યા હવે મેં રસ્તા તમામ
છટક બારીઓ કોઈ રાખી નથી
પારદર્શી છું હજીપણ જોતો હું
પર્દે કદી એ પ્રીતને મેં ઢાંકી નથી
મુક્ત છે હવે સૌ મનસ્વી થવા
બાહેંધરી કોઈજ મેં રાખી નથી
શક્ય છે વાટે મળીએ ક્યારેક
ઇચ્છાઓ બાકી કોઈ રાખી નથી
અસ્તિત્વ શોધવા નીકળું હવે?
ખુદ માં ખુદ મારી એ ઝાંકી નથી
ક્ષીણ પથ્થર શિલ્પકાર શું કરે?
કોતરણી ની જગ્યા રાખી નથી
પરીક્ષા માં અનુતિર્ણ થયો પણ
તૈયારી માં ખામી રાખી નથી
પુસ્તકો તમામ રટી ગયો "દેવ"
અધ્યાય એક પણ બાકી નથી
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો