ભાત અલગ છે - કવિ દેવ ગઢવી નાના કપાયા

 *ફકીરી છે મિજાજ,ભાત અલગ છે*

*મળતિયા થી દૂર,મુલાકાત અલગ છે*


*હશે કંઈક પારખું,તમારી મહેફિલો માં*

*ઝવેરી ના પારખે,આ જાત અલગ છે*


*હજી એવું ઘણું,જે અંધારે છુપાય છે*

*ઓળખીતા ન ઓળખે,રાત અલગ છે*


*જો પામવા મથું અને હું પામી ન શકું?*

*નથી જોતું કશું,"દેવ"વાત અલગ છે*

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

        કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી