મને અનુસરશો નહીં
*મને અનુસરશો નહીં*
સામા પુરે આમ તમો ચડશો નહીં
અનુકરણ છે મોંઘુ,મને અનુસરશો નહીં
છે નુકસાન ઘણું એમાં ફાયદો નહીં
જિદ્દ મારી જેમ જ તમો કરશો નહીં
ખરું બોલવા જતા સંબંધ રહેશે નહીં
મોઢે સત્ય ઉચ્ચારી તમે બગડશો નહીં
આ તો અમો રહ્યા લાભ જોતા નહીં
હાનિ તરફ તમે,કાયમ તો વળશો નહીં?
ગુમાવી સ્મિત કરવું સહેલું નથી કદાપિ
મારી જેમ આછેરુ આમ મલકશો નહીં
મોજ એ ફકીરી અમથી હોય નહીં"દેવ"
ખાલી થવું પડે છે,મને હવે ભરશો નહીં
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો