પ્રભુ તારી લીલા

 *પ્રભુ તારી લીલા મુજને ન સમજાય છે*


પ્રભુ તારી લીલા મુજને ન સમજાય છે

નીત નવા મુખોટા ને પાત્રો બદલાય છે


જીવન સ્તર ઊંચું કરતા

આતમ સ્તર નીચું જાય છે

મન ના કાળા મોજું કરતા

અને ભલા દુભાવાય છે

               પ્રભુ તારી લીલા....


ખૂબ મોટા રહેઠાણો માં

માણસાઈ ક્યાં દેખાય છે?

જો નાના નાના ઝૂંપડા માં

ખાનદાની ઝળકી જાય છે.

                 પ્રભુ તારી લીલા....


સ્વાર્થ થી જોડાયેલ સંબંધો

જરૂરત થી જ વટાવાય છે

રૂપિયો બન્યો સર્વોપરી અને

જીવન જો સસ્તું થાય છે.

              પ્રભુ તારી લીલા....


ગજવા થયા ખૂબ ભારે અને

સંસ્કારો હલકા થાય છે

"દેવ"ઉચ્ચ ઘર ના તોરણો

નિમ્ન વર્તન કરી જાય છે.

                  પ્રભુ તારી લીલા....

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

         કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી