પાળિયા ની વેદના- કવિ દેવ ગઢવી નાના કપાયા
*પાળિયા ની વેદના*
પાદરે ઊભા પાળિયા રડતા કરે છે વાત
ભૂલ્યા પોતાના પારકા,ભૂલી માનવ જાત
તમ કારણ અમોએ જીલ્યા હતા વજ્ર ઘાત
આજ ઇતિહાસ પૂછતા નથી કોને કહી વાત
કોડ હતા અમને પણ માણશું જીવન સાથ
ઉગી પ્રભાત એ નીકળ્યા જપટ પડી રાત
હાકલ સુણી ધરમ ની,માંડી સરગા પુર ની વાટ
જીવન થોડું જીવી ગયા,ભલે નાની મુલાકાત
રોજ નહીં તો વર્ષે દહાડે,આવો અમારી પાસ
તમારા હતા તમારા છીએ,લાંબી છે ક્યાં વાત?
માત ભૂલી ભ્રાત ભૂલ્યા,ભૂલી ગઈ ભાયાત
"દેવ"ભૂલે જગત તો,કોણ જશે ધર્મ ની સાથ
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો