દેખાણું

 દૂર ક્ષિતિજ થી પડતું દેખાણું

મારું સપનું મને રડતું દેખાણું

આજ લીલા ચશ્મા પહેરી ને

મુગલુ સુકુ ઘાસ ચરતું દેખાણું


આમ તો રહેતું હતું સતત સ્થિર જે

એ ચીત થોડું આજ ભમતું દેખાણું

એવું શું થયું કે લાગણી છલકી આમ?

ખાલી નૈન સરોવર ઉભરતું દેખાણું


બને નહીં એવું કોઈ ભુલાવે મને!

છતાં એ સ્વજન વિસરતું દેખાણું

હતું બહુ સખત ને આજ આમ કેમ?

"દેવ"પાષાણ હૃદય પીગળતું દેખાણું


✍🏻દેવ ગઢવી 

નાના કપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી