બેઠો છું
*બેઠો છું*
કોણ કહે છે કે,કિનારે બેઠો છું?
દિલ ના દરિયે,મઝધારે બેઠો છું
કોણ કહે છે......
આપો લંગર તો,કદાચ કાંઠે આવું
બાકી તો મોજ ના,સહારે બેઠો છું
કોણ કહે છે......
સુખ ને દુઃખ ભરતી,ઓટ ભાસે છે
અડગ થઈ સમય ની,વારે બેઠો છું
કોણ કહે છે......
કઈ દિશા માં લઈ,જશે ખબર નથી
સઢ ને પવન ની આજ,આડે બેઠો છું
કોણ કહે છે......
દૂર ક્યાંક વમળ,રચાયું છે જરૂર
દિશે છે તરંગ ના,આસારે બેઠો છું
કોણ કહે છે......
હજી કોઈ આવશે,બચાવવા નિસ્વાર્થ
"દેવ"ફક્ત એક આશ ને,સહારે બેઠો છું
કોણ કહે છે......
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો