હસતા મુખે કેમ જાણો- કવિ દેવ ગઢવી નાનાકપાયા
*હસતાં મુખે કેમ જાણો?શું દુઃખ લઈ ફરે છે*
*આંખો જેની રડી નથી,હૃદય અંદર ઝરે છે*
*તમે સાચે પૂછો તો,કદાચ એ કહી પણ દે!*
*અહીં લોકો ઔપચારિકતા,બહુ જ કરે છે*
*વિધિવત કરવું જ બધે,જરૂરી હોતું નથી*
*ક્યારેક અનાયાસે પણ,સત્ય મળી રહે છે*
*"દેવ" આખરે બધુ ભળે છે,સાગર મહી*
*પણ સાગર કદી,ક્યાં કોઈ થી ભળે છે?*
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો