ગયા - કવિ દેવ ગઢવી નાના કપાયા

 *હું કોઈનો ન થયો,કે મારા હતા તે ફરી ગયા?*

*જિંદગી નક્કી તું કર,આંખે પાણી વળી ગયા*


*જિંદગી તારા સાગર માં, ગોથા ખાધા ઘણા*

*તરવા માટે ડૂબ્યા,કે ડૂબતા વાંકે તરી ગયા?*


*સંસ્મરણો રહ્યા તાઝા,ફૂલો બાગ ના ખરી ગયા*

*એક એક વીણાય ગયા,સમય સાથે સરી ગયા*


*સાચવી ને મેં સાચવી,દેહ તણી સંપતિ ઘણી*

*"દેવ" આવ્યા યમદૂત,આખરે કરામત કરી ગયા*

✍🏻દેવ ગઢવી 

નાના કપાયા,મુન્દ્રા

       કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી