નિત્ય નવું થાય છે - કવિ દેવ ગઢવી નાના કપાયા
*ગાંડા બોલતા કરી,ડાહ્યા ચુપ કરાય છે*
*કળિયુગ માં તો હવે,નિત્ય નવું થાય છે*
*જ્ઞાની મૂંગા બને ,અજ્ઞાની બોલે જાય છે*
*કળિયુગ માં તો હવે,નિત્ય નવું થાય છે*
*સાત પેઢી પુણ્ય નથી,અવતારી વર્તાય છે*
*કળિયુગ માં તો હવે,નિત્ય નવું થાય છે*
*ઊંચા પદ પૈસા બેસે,સજ્જન પાટુ ખાય છે*
*કળિયુગ માં તો હવે,નિત્ય નવું થાય છે*
*"દેવ"ગૂંગળામણ ના બોલી,પણ થાય છે*
*કળિયુગ માં તો હવે,નિત્ય નવું થાય છે*
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા,મુંદ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો