આઈ વંદના - કવિ દેવ ગઢવી નાના કપાયા
*આઈ વંદના*
સોનલ ની સરકાર(૨),એમાં લાગે નહીં કંઇ વાર
આ તો આઈ સોનલ ની સરકાર જી...
મઢડે ટીંબે બેઠી માવડી,નોધારા નો આધાર જી...(૨)
સાદ કરું ત્યાં આવી ઊભે(૨),રૂકે નહીં પળવાર
આ તો આઈ સોનલ ની સરકાર જી...
સ્મરણ સોનલ શ્વાસોશ્વાસે(૨),અંતર થી પુકાર
આભ ને ટેકા આપે માવડી(૨),જોત જોતા ની વાર
આ તો આઈ સોનલ ની સરકાર જી...
અંતરનાદે,પૂર્ણ બ્રહ્માંડે,સોનલ કરું સત્કાર જી(૨)
આઈ હવે મહેર કરો ને(૨),*દેવ* ઉગારો ભવ પાર
આ તો આઈ સોનલ ની સરકાર જી...
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુન્દ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો