ફોગટ ગયો અવતાર

 *ફોગટ ગયો અવતાર*

રોજ સત્સંગ કરતા,પણ સમજે નહીં સાર

પ્રસાદ દોષ વર્ણતા,ફોગટ ગયો અવતાર


કામ ક્રોધ લોભ થી,મન છૂટે ન પળવાર

લાખ પુણ્ય કરતાંયે,ફોગટ ગયો અવતાર


બોલ કડવા બોલતા,અપશબ્દો તો અપાર

નીત નિંદા જે કરતા,ફોગટ ગયો અવતાર


સુધારે નહીં કોઈ નું,બગાડતા કરે ન વાર

અવળા માર્ગ ચીંધતા,ફોગટ ગયો અવતાર


સૂણે નહીં કોઈ રંક નું,રંજાડે ઘર દ્વાર

મન દુભાવે નિર્દોષ નું,ફોગટ ગયો અવતાર


સજ્જન ઘેર જન્મે,દુર્જન વર્તાય વિચાર

જેની આંખે ઝેર ભર્યું,ફોગટ ગયો અવતાર


મદિરા પાન કરતા,ને પશુ તણો આહાર

લાખ ગંગા નહાતા,ફોગટ ગયો અવતાર


આદર ભાવ ન જાણતી,એનો બને ભરથાર

ગુલામ બની રહેતા,ફોગટ ગયો અવતાર


માતૃ ચરણ ભૂલી કરી,પૂજે નીજ નાર

પિતૃ ઋણ ન ઉતરે,ફોગટ ગયો અવતાર


દેવ કહે જો સમજો,નાની વાત બે ચાર

તેમ છતાં ન સમજે,ફોગટ ગયો અવતાર

✍🏻દેવ ગઢવી

નાના કપાયા,મુન્દ્રા

      કચ્છ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

संभल जाऊंगा

નહીં આવું- કવિ દેવ ગઢવી નાના કપાયા

મારા હતા | કવિ દેવ ગઢવી