*એવું પણ બને*
*એવું પણ બને*
ક્યારેક આંખો કહે,મુખ ચૂપ રહે એવું પણ બને
હસતું હોઇ મુખ,રડતું હૃદય હોઇ એવું પણ બને
વાત અણસમજી,ને સમજવાની મઝા છે દોસ્ત
ક્યારેક સમજી ને પણ,ના સમજાય એવું પણ બને
દેખાતા હોય સાગર,કિનારા નજીક આવી ગયા
ક્યારેક કાંઠે આવી એજ, ડૂબે એવું પણ બને
કાફિયા,રદિફ,કાયમ,અનુસરવા નથી હોતા
કદી હૃદય લખાવે,હું લખું "દેવ" એવું પણ બને
✍🏻દેવ ગઢવી
નાના કપાયા,મુંદ્રા
કચ્છ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો